લોકસભાની ચૂંટણી ૨૦૧૯: તમારા મતદાન મથકને ઓનલાઇન અને એસએમએસ દ્વારા કેવી રીતે શોધી શકાય


લોકસભા ૨૦૧૯ નું મતદાન, આખા દેશમાં ચૂંટણી પંચ દ્વારા રાખવામાં આવેલા અનેક મતદાન મથકો (બુથ) પર હાથ ધરવામાં આવશે. જો કે મતદારો ફક્ત એ જ મતદાન મથક પર મત આપી શકે છે જ્યાં તેમનું નામ નોંધાયેલું હોય. 


તમે તમારૂ મતદાન મથક કેવી રીતે શોધશો?


ભારતમાં ૧૧ મી એપ્રિલથી લોકસભાની ચૂંટણીઓ ચાલુ થવાની છે. જેમાંનું પ્રથમ તબક્કાનું મતદાન ૧૧ અપ્રિલ થી ચાલુ થઇ ગયું છે. સાત તબક્કાના સંસદીય ચૂંટણીના પરિણામો ૨૩મી મેના રોજ જાહેર કરવામાં આવશે. ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો તેમના મતો આપીને તેમના નેતાને પસંદ કરશે.

સમગ્ર દેશમાં ચૂંટણી પંચ દ્વારા સ્થાપિત પૉલિંગ બૂથ પર મતદાન કરવામાં આવશે. જો કે, મતદારો ફક્ત એ જ મતદાન બૂથ પર મત આપી શકે છે જ્યાં તેમનું નામ નોંધાયેલું છે. હવે, ચુંટણી ને દિવસે તમારા બૂથની શોધ માટે તમારે જ્યાં ત્યાં ભટકવાની જરૂર નથી. તેને બદલે, હવે તમે તમારા મતદાન મથકને ઑનલાઇન શોધી શકો છો અને એસએમએસ દ્વારા પણ શોધી શકો છો.

તમારો પૉલિંગ બુથ ઑનલાઇન કેવી રીતે શોધશો?

લોકસભાની ચૂંટણી ૨૦૧૯ તમારા મતદાન મથકને ઓનલાઇન અને એસએમએસ દ્વારા કેવી રીતે શોધી શકાય


પગલું 1:  National Voters' Services Portal (NSVP) ની વેબસાઇટ પર જાઓ

પગલું 2: Citizen Information હેઠળ 'બૂથ, એસી અને પીસી' શોધવા માટે નીચે સ્ક્રોલ કરો અને તેના પર ક્લિક કરો

પગલું 3: તમારું નામ, પિતા / પતિનું નામ / રાજ્ય અને કેપ્ચા કોડ ભરો

પગલું 4: તમારું મતદાન મથક અને અન્ય વિગતો પેજમાં નીચે દેખાશે.

તમે તમારા મતદાન મથક, સંસદીય મતવિસ્તાર અને વિધાનસભા મતવિસ્તારને જાણવા માટે 'view details' પર ક્લિક કરો. મહત્વ ની વાત એ છે કે તમે તમારા મતદાન મથકની શોધ કરો તે પહેલાં, તમારે તમારું નામ મતદાર સૂચિમાં છે કે કેમ તે તપાસવું ખુબ જ આવશ્યક છે.

તમારો પૉલિંગ બુથ એસએમએસ (SMS) દ્વારા કેવી રીતે શોધશો?

લોકસભાની ચૂંટણી ૨૦૧૯ તમારા મતદાન મથકને ઓનલાઇન અને એસએમએસ દ્વારા કેવી રીતે શોધી શકાય


સૌથી પેલા તો જો તમારી પાસે મતદાર ID છે, તો એસએમએસ દ્વારા સૌથી સરળ રીતે તમે તમારા મતદાન મથકને જાની શકો છો. તેના માટે તમારે એસએમએસ માં EPIC લખી એક જગ્યા છોડીને તમારા મતદાર આઈડી નંબર લખવાના રહેશે અને તેને ૫૧૯૬૯ અથવા ૧૬૬ પર મોકલી આપવાનું રહેશે. તમને થોડી જ વારમાં સંદેશ પ્રાપ્ત થશે જેમાં તમારું મતદાન મથકનું નામ અને તેનું સરનામું હશે.

લોકસભાની ચૂંટણી ૨૦૧૯ તારીખો, તબક્કાઓ અને મતવિસ્તારની વિગતો માટે અહી જુઓ





લોકસભાની ચૂંટણી ૨૦૧૯: તમારા મતદાન મથકને ઓનલાઇન અને એસએમએસ દ્વારા કેવી રીતે શોધી શકાય લોકસભાની ચૂંટણી ૨૦૧૯: તમારા મતદાન મથકને ઓનલાઇન અને એસએમએસ દ્વારા કેવી રીતે શોધી શકાય Reviewed by Nimeer on April 13, 2019 Rating: 5

2 comments:

ads
Powered by Blogger.